નવી દિલ્હી: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ આજે કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ DCGIના ડાઈરેક્ટર વી જી સોમાણી (VG Somani)એ સમાજવાદી પાર્ટીના એમએલસી આશુતોષ સિન્હાના એ વિવાદિત નિવેદન ઉપર પણ સ્પષ્ટતા કરી જેમાં તેમણે કહ્યું હતું કે શક્ય છે કે રસીના ઉપયોગથી લોકો નપુંસક બની જાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DCGI એ 2 કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી, PM મોદીએ કહ્યું-ગર્વની વાત


નપુંસક થવાની વાત બકવાસ-DCGI ડાઈરેક્ટર
DCGIના ડાઈરેક્ટર વી જી સોમાણી(VG Somani) એ કહ્યું કે, 'અમે એવી કોઈ ચીજને મંજૂરી નહીં આપીએ, જેમાં સુરક્ષાને લઈને થોડી પણ ચિંતા હોય. રસી 110 ટકા સુરક્ષિત છે.  કોઈ પણ રસીની થોડી ઘણી આડઅસર હોઈ શકે છે, જેમ કે દુ:ખાવો, એલર્જી થવી.' આ સાથે જ તેમણે રસીના ઉપયોગથી નપુસંક થવાના સવાલ પર કહ્યું કે આ સંપૂર્ણ રીતે બકવાસ છે. 


Corona New Strain: ભારત બન્યો દુનિયાનો પહેલો દેશ, જેણે કોરોનાના નવા સ્ટ્રેન પર મેળવી આ અદભૂત ઉપલબ્ધિ


આજે મળી રસીના ઉમરજન્સી ઉપયોગને મંજૂરી
કોરોના રસી (Corona Vaccine) અંગે આજે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. DCGI એ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની 'કોવિશીલ્ડ' અને ભારત બાયોટેકની 'કોવેક્સીન'ના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. DCGIએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોવિશીલ્ડ(Covishield) અને કોવેક્સીન (Covaxin)ના ઈમરજન્સી ઉપયોગની અધિકૃત જાહેરાત કરી. ઉપરાંત ઝાયડસ કેડિલાની રસી ઝાઈકોવ-ડીના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ માટે પણ મંજૂરી મળી ગઈ છે. DCGIના જણાવ્યાં મુજબ રસીના અત્યાર સુધીના તમામ ટ્રાયલ સુરક્ષિત રહ્યા છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને આજનો દિવસ ભારતીયો માટે ગર્વનો દિવસ ગણાવ્યો. 


કોવેક્સીન છે સંપૂર્ણ દેશી રસી
અત્રે જણાવવાનું કે કોવેક્સીન સંપૂર્ણ રીતે સ્વદેશી રસી છે અને તેને ભારત બાયોટેકે બનાવેલી છે. આ રસી હૈદરાબાદની લેબમાં તૈયાર થઈ છે. જ્યારે કોવિશીલ્ડને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે અને ભારતમાં તેનું નિર્માણ કાર્ય સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા થઈ રહ્યું છે. 


અખિલેશના નિવેદન પર ઉમર અબ્દુલ્લા બોલ્યા- ખુશીથી લગાવીશ, વેક્સિન કોઈ પાર્ટીની નથી


રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત
DCGIએ કહ્યું કે બંને રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં થઈ શકશે. DCGIના જણાવ્યાં મુજબ આ બંને રસીના 2-2 ડોઝ ઈન્જેક્શન સ્વરૂપે આપવામાં આવશે. આ બંને રસીને 2થી 8 ડિગ્રીના તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે. અત્રે જણાવવાનું કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) જ્યારે કોઈ દવા, ડ્રગ, રસીને અંતિમ મંજૂરી આપે છે ત્યારે તે દવાઓ, રસીનો સાર્વજનિક રીતે ઉપયોગ થઈ શકે છે. આવી મંજૂરી આપતા પહેલા DCGI રસી અંગે કરાયેલા પરીક્ષણોના આંકડાનો કડકાઈથી અભ્યાસ કરે છે. જ્યારે DCGI આ રિપોર્ટથી સંતુષ્ટ થાય ત્યારે તે રસીના સાર્વજનિક ઉપયોગ માટે મંજૂરી આપે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube